રાજકોટ : અસલી કચેરીમાં નકલીનો ખેલ! મસમોટું કૌભાંડ સામે આવતા મચ્યો ખળભળાટ
રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર ન

રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં ઓપરેટરો દ્વારા નકલી દસ્તાવેજનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા, તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા. પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.
જમીનના દસ્તાવેજમાં અજાણી વ્યક્તિનું નામ દાખલ કર્યું
રાજકોટના મઘરવાડાના જમીનધારકની જમીનના દસ્તાવેજમાં તેમના ઉપરાંત કોઇ અજાણી વ્યક્તિનું બારોબાર નામ ઉમેરી દેવાયાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં જમીન માલિક દ્વારા અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ : શાહપુરમાં NRI યુવકની તેના મિત્રએ જ કરી નાખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સબ રજિસ્ટ્રાર અતુલ દેસાઇ સહિતના સ્ટાફે તપાસના આદેશ
આ મામલે કચેરીના સબ રજિસ્ટ્રાર અતુલ દેસાઇ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતાં એક જ દસ્તાવેજ નહીં પરંતુ અનેક દસ્તાવેજોમાં ચેડાં થયાનું ખુલ્યું હતું અને કચેરીમાં જ નોકરી કરતા શખ્સોએ આ ખેલ પાડ્યાનો પણ ભાંડાફોડ થયો હતો.






