Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : blast occurred in a boiler used to heat milk in Morbi GIDC, one worker injured

Morbi GIDCમાં દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઈલરમાં થયો બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Morbi GIDCમાં દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઈલરમાં થયો બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

મોરબી શહેરના GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઈલરમાં અચાનક બ્લાસ્ટ થતા સનસનાટી મચી ગઈ હતી. ઓવરહિટીંગના કારણે થયેલા આ ધડાકામાં એક શ્રમિકને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

App Store

પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં દૂધને પ્રોસેસ કરવા માટે બોઈલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઓવરહિટીંગના કારણે અચાનક બોઈલર ફાટ્યું હતું અને પ્રચંડ અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે નજીકમાં કામ કરી રહેલા એક શ્રમિકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવા છતાં અન્ય કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના ઘટી ન હતી, જેના કારણે ફેક્ટરી સંચાલકો અને અન્ય શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.