Morbiના ટંકારામાં 83 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની ધરપકડ

સોર્સ : GSTV
મોરબીના ટંકારા વિસ્તારમાં SOGની ટીમે મોટી કાર્યવાહી કરીને મેફેડ્રોન ડ્રગ્સ વેચતા આરોપીની ધરપકડ કરી છે. હાર્દિક ભાડજા નામનો આરોપી હરિઓમ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડર વેચાણ કરતો હતો. પોલીસને આ અંગેની જાણ થતા આરોપી હાર્દિક ભાડજાને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 83.20 ગ્રામ મેફેડ્રોન પાવડર કબજે કર્યો છે, જેની કિંમત અંદાજે 2.49 લાખ રુપિયા છે. ઉપરાંત પોલીસે વજનકાંટો અને મોબાઈલ જપ્ત કર્યા છે. આ મામલે આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

