મોરબી: એક જ પરિવારના ત્રણ સભ્યોએ કરી આત્મહત્યા, SP સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનહદે વધ્યાં છે. ત્યારે આવીજ એક ઘટના મોર

વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનહદે વધ્યાં છે. ત્યારે આવીજ એક ઘટના મોરબીમાંથી સામે આવી છે.કારમી મોઁઘવારીમાં કુટુંબની ભરણપોષણ કરવું દોહ્યલુ બન્યું છે.મોરબીમાં લોહાણા પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે.
પરિવારના ત્રણ સભ્યો આત્મહત્યા કરી
પરિવારના ત્રણ સભ્યો આત્મહત્યા કરી લેતા સ્નેહી અને સગાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારના મોભી હરેશ કાનાબાર , મોભીના પત્ની વર્ષા કાનાબાર અને પુત્ર હર્ષ કાનાબારે આપઘાત કર્યો છે. પરિવારના ત્રણેય સભ્યોએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ત્રણેય સભ્યોના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
આત્મહત્યાનું કારણ શોધી રહી છે પોલીસ
મોરબીના ચકિયા હનુમાન પાસે ઘરમાં જ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ SP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કયા કારણોસર પરિવારે આત્મહત્યા કરી છે, તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.






