મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi news: આલાપ રોડ પર બેદરકાર કાર ચાલકે 2 વર્ષની માસૂમને કચડી નાખી, બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત

મોરબીમાં કારચાલકની બેદરકારી સામે આવી છે. મોરબીના આલાપ રોડ પર કારની હડફેટ

Morbi news:  આલાપ રોડ પર બેદરકાર કાર ચાલકે 2 વર્ષની માસૂમને કચડી નાખી,  બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત

મોરબીમાં કારચાલકની બેદરકારી સામે આવી છે. મોરબીના આલાપ રોડ પર કારની હડફેટે આવતા માસમ બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી શેરીમાં રમી રહી હતી ત્યારે કાર ચાલકે તેને અડફેટે લીધી હતી.  ધનશ્રીને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી.

 સ્થાનિકોએ કાર ચાલક પર ગંભીર આરોપ લગાવ્યો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. નીરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા નામના કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.  નાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે સ્થાનિકોએ કાર ચાલક પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે કાર ચાલક ઓવર સ્પીડમાં હતો અને અકસ્માત સર્જ્યો હતો.

આ સમાચાર શેર કરો