MORBI : ટીકર રણની કાઠીએ બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં 14 વર્ષના સગીર પર જીવલેણ હુમલો
Morbi Halvad News : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ટીકર રણની કાઠીએ બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં

Morbi Halvad News : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ટીકર રણની કાઠીએ બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં એક મિત્રએ અન્ય 14 વર્ષના સગીર પર જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં ફરાર થયો હતો.
ટીકર રણની કાઠીએ સામાન્ય મજૂરી કામ કરીને પેટીયું રડતા બે સગીર મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક સગીરે 14 વર્ષના ઇમરાન રહીમભાઈ ભટીને છરીના બે ઘા માર્યા હતા. બંનેને છુટ્ટા પડાવવા વચ્ચે પડેલા પાડોશી કાદરભાઈ આરીફભાઈ મોવરને પણ ઈજા થઈ હતી.
ઇમરાનને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






