Morbi: મચ્છુ નદીમાં નહાવા પડેલા 3 છોકરાઓના ડૂબી જતાં મોત
મોરબીની મચ્છુ નદીમાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબી જતાં મોત થયા છે. નવા સાદુળકા ગામ નજીક નદીમાં 6 સગીર સ

મોરબીની મચ્છુ નદીમાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબી જતાં મોત થયા છે. નવા સાદુળકા ગામ નજીક નદીમાં 6 સગીર સહિત 1 યુવાન નહાવા માટે ગયા હતા. નદીમાં પાણીનું વહેણ વધુ હોવા છતાં 3 છોકરાઓ નહાવા પડ્યા હતા. આ બધા મિત્રો ઘરેથી સ્વિમિંગ પુલમાં નહાવા જવાનું બહાનું બતાવીને સીધા મચ્છુ નદીએ નહાવા પહોંચી ગયા હતા. આ દરમિયાન નદીના પાણીમાં પગ લપસી જતાં 3 લોકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબ્યાની જાણ થતાં લોકોના ટોળેટોળા નદીકાંઢે એકઠા થયા હતા. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે મોરબીના નવા સાદુળકા ગામ નજીક વહેતી મચ્છુ નદીમાં કેટલાક યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન પાણીમાં એક યુવકનો પગ લપસ્યો હતો. એ પછી તેની જોડે રહેલા અન્ય બે સગીર બાળકો પણ પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે 4 સગીરનો બચાવ થયો હતો.
પાણીમાં ડૂબી જતાં મોત
૧.પરમાર ચિરાગ તેજાભાઇ (૨૦ વર્ષ)
૨. ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬ વર્ષ)
૩. ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (૧૭ વર્ષ)
બચી ગયેલા તરુણો
૧.ભાંખોડીયા આર્યન ભરતભાઈ (16 વર્ષ)
૨.ભાંખોડીયા જય ગૌતમભાઈ (16 વર્ષ )
૩.ભાંખોડીયા પ્રીતમ અસ્વીનભાઈ (17 વર્ષ)
૪.બાઈચીયા જૈમિન ખીમજીભાઈ (16 વર્ષ)
નવા સાદુળકાના આ સાતેય મિત્રો ઘરેથી સ્વિમિંગ પુલમાં નહાવા જવાનું કહીને નીકળ્યા હતા. હાલમાં ફાયર ટીમ સ્થળ પર દોડી આવીને પાણીમાં શોધખોળ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ કરી રહી છે.








