મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morabi News: મ્યુલ એકાઉન્ટ ધરાવતા 6 શખ્સોની અટકાયત, 15 લોકો સામે ગુનો નોંધાયો

મોરબીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોરબીમાં મ્યુલ એ

Morabi News: મ્યુલ એકાઉન્ટ ધરાવતા 6 શખ્સોની અટકાયત, 15 લોકો સામે ગુનો નોંધાયો

મોરબીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોરબીમાં મ્યુલ એકાઉન્ટ ધરાવતા 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સાયબર ક્રાઈમ દિલ્હી દ્વારા મળેલા ડેટાના આધારે મોરબીમાં કુલ 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી સાયબર સેલ દ્વારા જુદી-જુદી ચાર જેટલી ફરિયાદ નોંધાવાઈ છે. 

આ બદમાશો એકાઉન્ટ ભાડે આપી કમિશન માટે અન્ય લોકોને એકાઉન્ટનો ઉપયોગ કરવા દેતા હતા. આવામાં સાયબર ફ્રોડ કરનારા લોકો દ્વારા આવા એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોવાના લીધે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો