Gujarat news:રાજ્યમાં વધુ બે BLO ની તબિયત લથડી, સાવરકુંડલામાં શિક્ષકને આવ્યો હાર્ટ એટેક
દેવભૂમિ દ્વારકા અને અમરેલી જિલ્લામાં બે BLO ની તબિયત લથડતા તેમને તાત્કાલિક સાર

દેવભૂમિ દ્વારકા અને અમરેલી જિલ્લામાં બે BLO ની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સલાયામાં આંગણવાડી ખાતે SIR ની કામગીરી વેળાએ BLO ની તબિયત લથડી હતી, જ્યારે સાવરકુંડલાના છાપરી ગામ SIR ની કામગીરી કરતા શિક્ષકને હાર્ટએટેક આવ્યો હતો.
સલાયામાં ચાલુ ફરજે મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો
પ્રાપ્ત માહિતી મુજબ સલાયામાં ચાલુ ફરજે આંગણવાડી ખાતે SIR ની કામગીરી કરતાં BLO અમૃતબેનની તબિયત અચાનક લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલાને અચાનક છાતીમાં દુખાવો થતા તેને પ્રથમ સલાયા અને ત્યારબાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે 108 મારફતે જામનગર હોસ્પિટલ ખસેડાયા છે.
સાવરકુંડલામાં શિક્ષકને આવ્યો હાર્ટ એટેક
સાવરકુંડલાના છાપરી ગામના BLO શિક્ષક જેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણને SIR ની કામગીરી કરતા હાર્ટએટેક આવતા ઢળી પડ્યા હતા, જે બાદ તેમને તાત્કાલિક 108 મારફતે પ્રથમ વિજપડી બાદ સાવરકુંડલા અને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.






