મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં ફરી જામશે ચોમાસું, જાણો ભારે વરસાદની આગાહી સાથે ક્યાં-ક્યાં અપાયું એલર્ટ

રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અ

રાજ્યમાં ફરી જામશે ચોમાસું, જાણો ભારે વરસાદની આગાહી સાથે ક્યાં-ક્યાં અપાયું એલર્ટ

રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્યથી 48% વધુ વરસાદ પડ્યો છે. આગામી ૫ દિવસ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચન કર્યું છે. 

રાજ્યમાં અત્યાર સુધી 277.7 MM વરસાદની જગ્યાએ 411.7 MM વરસાદ નોંધાયો, જે સામાન્યથી 48% વધુ છે.  આગામી ૫ દિવસ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ આગાહીની કરવામાં આવી છે. અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી વરસાદની આગાહી કરાઇ છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૧ થી ૨૫ જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે, સાથે જ ૪૦ કિમી પ્રતિ કલાકે પવન ફુંકાઈ શકે છે.

સાબરકાંઠા, આણંદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, મહીસાગર, અમદાવાદ, બરોડા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, તાપી અને ભરૂચમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને ૨૩ થી ૨૫ તારીખ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો