મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ARAVALLI : મોડાસામાં એસટી બસમાં મહિલા કંડક્ટર પર હુમલો કરનારા 3 મહિલા અને 1 પુરુષની ધરપકડ

Modasa Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા એસટી ડેપોની મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડક

ARAVALLI : મોડાસામાં એસટી બસમાં મહિલા કંડક્ટર પર હુમલો કરનારા 3 મહિલા અને 1 પુરુષની ધરપકડ

Modasa Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા એસટી ડેપોની મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડકટર પર  હુમલા 3 મહિલા અને એક પુરુષની ધરપકડ  કરવામાં આવી છે. મહિલા કંડકટર રિંકલ પટેલે પોતાના પર હુમલો કરનારા આ 4 લોકો સામે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદમાં આધારે તપાસ કરીને હુમલો કરનારા આ 4 આરોપીઓને ઝડપી પાડ્યાં છે : 

  • નૂરજહાંબાનું શેખ
  • તસ્લિમબાનું ચૌહાણ
  • સમીમબાનું શેખ
  • મહંમદ હબીબ બાકરોલીયા 

શું બની હતી ઘટના? 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા એસટી ડેપોની મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડકટર પર  હુમલા મામલે મહિલા કંડક્ટર  રિંકલ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ મહિલા અને એક પુરુષ સામે  ફરિયાદ નોંધાવી  હતી. 

મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડકટર અને મુસાફર મહિલા વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી થઈ હતી. આરોપીઓએ મહિલા કંડક્ટરના વાળ પકડી શરીર પર નખ માર્યા હતા અને પેટ પર લાતો મારી હતી.  

આ સમાચાર શેર કરો