Botad 'આપ' પૂર્વ શહેર પ્રમુખના આક્ષેપ સામે ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા
ભાવનગરના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર અનેક આક્ષેપોથી બોટાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બોટાદ આમ આદમી પાર્ટીના

ભાવનગરના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર અનેક આક્ષેપોથી બોટાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બોટાદ આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડે ધારાસભ્ય ઉમેશ મકવાણા પર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા છે. અધિકારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવા, ભાગ બટાઈ કરાવવી, વ્યક્તિગત લાભ માટે હોદ્દાનો ઉપયોગ જેવા અનેક આક્ષેપો કર્યા છે.
વધુમાં આક્ષેપ લગાવતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય નગરપાલિકા સામે વિવાદ કરવા ઉકસાવવા તેમજ પછી પોતાની જવાબદારીમાંથી છટકી જવાની રાજનીતિ કરે છે. બોટાદના ધારાસભ્ય એક આકસ્મિક બની ગયેલા ધારાસભ્ય હતા. આમ આદમી પાર્ટીને તોડવાનો પણ તેણે કાર્ય કર્યું છે તેવું જણાવ્યું હતું.
તો આ મામલે ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા સામે આવી
ગુજરાતમાં અમુક ચોક્ક્સ સમાજના જાતિવાદી વિચારધારા ધરાવતા વ્યકિતઓ દ્વારા પછાત સમાજના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને મંત્રીશ્રીઓ પર ખોટા ભ્રષ્ટાચારના આરાપો કરી સુનિયોજીત બદનામ કરવાનું કાવતરૂ થઈ રહ્યું છે.
તમે જોયું હશે મારા દ્વારા થોડા સમય પહેલા જ એક પત્રકાર પરિશદ યોજી એક માંગ કરવામાં આવી હતી કે, SC, ST, OBC સમાજને સરકારી કોન્ટ્રાક્ટમાં અનામત લાગુ કરવામાં આવે. આ મારી માગણીથી નારાજ થઈ ચોક્ક્સ સમાજના જાતિવાદી વિચાર ધરાવતા ભાજપના બેઠેલા વ્યક્તિઓ દ્વારા બદનામ કરવાનું કાવતરૂ ઘડી રહયા છે.
તમે જોયું હશે કે, મારા કોળી સમાજ દિગ્ગજ નેતા ગુજરાત સરકારમાં છેલ્લા 30 વર્ષથી મંત્રી છે. તેવા પરશોતમ સોલંકી ઉપર મચ્છી ઉદ્યોગ 400 કરોડ કૌભાંડમાં ખોટા આરોપો મુકી કેસ દાખલ કરવામાં આવ્યો. સત્તત આ કેસની ધમકી આપી તેમને ઠરાવવામાં આવ્યા અને તેમના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનો કલંક લગાવવામાં આવ્યો. જ્યારે જે તે સમયના મચ્છી ઉદ્યોગના કેબિનેટમંત્રી દિલીપભાઈ સંઘાણી તેને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા.
તેવી જ રીતે કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારમાં ૧૫ વર્ષથી મંત્રીશ્રી ઉપર અને તેના પરિવાર ઉપર ખોટા ભ્રષ્ટાચારના આરોપો નાખી તેમના બંને પુત્રની ધરપકડ ક્રવામાં આવી. આમ બચુભાઈ ખાબડ કોળી સમાજ આગેવાન જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનો દાગ લગાવવામાં આવ્યો.
તેવા જ રાજ્ય સરકા૨માં મંત્રી મુકેશ ભાઈ કોળીપટેલ તેઓ રાજ્ય કક્ષાના ઉર્જામંત્રી છે. દક્ષિણ ગુજરાત કોળી સમાજ દિગ્ગજ નેતા છે. તેમની ઉપર પણ રિવૉલ્વરનું લાયસન્સ મણીપુરથી ગેરકાયદેસર લાવી ગુજરાતમાં તેમના પુત્ર દ્વારા નોંધણી કરવામાં આવી છે આવા ગંભીર ખોટા આરોપો કરી કોળી સમાજ દિગ્ગજ નેતા બદનામ કરવાનું સુનિયોજીત કાવતરું કરવામાં આવી રહ્યુ છે.
તાજેતરમાં તમે જોયું હશે કે, બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ધારાસભ્યશ્રી મહંત માનનિયશ્રી શંભુનાથ ટુંડીયાજી ભ્રષ્ટાચારના આરોપ લગાવી તેમને બદનામ કરવાનું કાવતરૂ કરવામાં આવી રહ્યું છે. તમે જોયુ હશે કે અમુક ભાજપના જાતિવાદી, કોંગ્રેસના જાતિવાદી કે આપ ના જાતિવાદી લોકો પછાત સમાજના ધારાસભ્યશ્રીને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે.







