મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botadમાં અડવાડિયે એકવાર આવતું પાણી ડહોળું નિકળતા સ્થાનિકોમાં રોષ

Botad News: કહેવાતા વિકસિત ગુજરાતમાં લોકો સામાન્ય સુવિધા માટે હજુ પણ ફાંફાં મારી રહ્યા છે. એવામાં બોટાદમાં પીવાનું પાણી ડહોળું

Botadમાં અડવાડિયે એકવાર આવતું પાણી ડહોળું નિકળતા સ્થાનિકોમાં રોષ

Botad News: કહેવાતા વિકસિત ગુજરાતમાં લોકો સામાન્ય સુવિધા માટે હજુ પણ ફાંફાં મારી રહ્યા છે. એવામાં બોટાદમાં પીવાનું પાણી ડહોળું આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બોટાદમાં સ્વસ્તિક સોસાયટીમાં અઠવાડિયે એકવાર આવતું પાણી ગંદકીયુક્ત અને ડહોળું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બોટાદ નગરપાલિકા પાંચથી આઠ દિવસે એકવાર પાણી આપે છે અને તે પણ પીવાલાયક નહીં મળતા શહેરીજનો નારાજ થયા છે. એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયરલ કરી સમગ્ર હકીકતને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી હતી. બોટાદ નગરપાલિકામાં ગંદા પાણી આવવા અંગે ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નો નિકાલ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો