મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botadના રાણપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકના મોત

Botad News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આજે જ સુરેન્દ્રનગરમાં એક

Botadના રાણપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકના મોત

Botad News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આજે જ સુરેન્દ્રનગરમાં એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા 5 વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક સ્કુલવાન પણ અડફેટે આવી જતા તેમાં બેસેલા 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એવામાં હવે બોટાદમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

બોટાદ જિલ્લાના રાણપુરમાં પાળીયાદ રોડ પર રાત્રીના ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાણપુરથી પાળીયાદ જવાના રસ્તે અલમપુર ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. ગંભીર અકસ્માતમાં સાયલા તાલુકાના નવાગામના નિલેશભાઈ બાવળીયા અને જયપાલભાઈ બાવળીયા નામના બંને યુવાનોના મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો