મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Narmada news: ધારાસભ્ય ચૈતર વસાવાનો તંત્ર સામે હલ્લાબોલ, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી

ચૈતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્થાનિક આદિવાસી સમાજ અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી

Narmada news: ધારાસભ્ય ચૈતર વસાવાનો તંત્ર સામે હલ્લાબોલ, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી

ચૈતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્થાનિક આદિવાસી સમાજ અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના મુદ્દે નર્મદા નિગમના અધિકારીઓ સામે હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 150 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી, જેનો હેતુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો.

છેલ્લા ત્રણ વર્ષથી તે ધૂળ ખાઈ રહી છે

આ દુકાનો લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે ધૂળ ખાઈ રહી છે અને તેના તાળાં ખૂલ્યા નથી. ચૈતર વસાવાએ નર્મદા નિગમના અધિકારીઓ પર આક્ષેપ કર્યો કે, આ દુકાનો એકતાનગરના આદિવાસી સમાજના લોકોને ભાડે આપવાની યોજના હોવા છતાં, અધિકારીઓ તેને સોંપવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે, જો 10 દિવસમાં આ દુકાનો ભાડે આપવામાં નહીં આવે, તો તેઓ તાળાં ખોલીને શિક્ષિત બેરોજગાર યુવાનોને આ દુકાનો સોંપી દેશે.

નર્મદા જિલ્લાના એકતાનગરમાં આદિવાસીઓની અને સરકારી જમીનોને લગતા કથિત કૌભાંડનો મુદ્દો ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે અગાઉના નર્મદા જિલ્લાના કલેક્ટર નિનામાએ આઈપીએસ કક્ષાના અધિકારીઓ અને મંત્રીઓને આદિવાસીઓની જમીનો ગેરકાયદેસર રીતે ફાળવી દીધી, જેના પર હોટલો અને રિસોર્ટ્સ બનાવવામાં આવ્યા છે. ચૈતર વસાવાએ આ મામલે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે અને તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે તેઓ આ કૌભાંડને બહાર લાવશે તથા આદિવાસીઓની જમીનો પરત અપાવવા માટે કાર્યવાહી કરશે.

આ સમાચાર શેર કરો