અમદાવાદમાં બીજલ જોશી જેવો કેસ, સગીરાને દારૂ પીવડાવી બળાત્કાર કર્યો અને વીડિયો ઉતાર્યો
Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં બીજલ જોશી જેવો બીજો કેસ બન્યો છે,

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં બીજલ જોશી જેવો બીજો કેસ બન્યો છે, જેમાં 15 વર્ષીય સગીરાને તેના સગીર મિત્ર અને અન્ય બે લોકોએ દારૂ પીવડાવી બળાત્કાર કર્યો અને વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ વીડિયોને આધારે વારંવાર બ્લેકમેલ કરી હતી. આખરે સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
15 વર્ષીય સગીરાને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી
ભોગ બનનાર 15 વર્ષીય સગીરા ગત 2 ફેબ્રુઆરીએ યુનિવર્સીટી હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મૂકવાના નામે ઘરેથી નીકળી અને 7 ફેબ્રુઆરીએ આ સગીરાને એક યુવક-યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા. સગીરા ભાનમાં આવતા તેણે પરિવારજનો સમક્ષ પોતાની આપવિતી જણાવી હતી. ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા નામના આરોપી અને તેની સાથેના સગીર મિત્રોએ ભેગા મળી આ 15 વર્ષીય સગીરાને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી હતી.
સગીરાને નશાકારક પીણું પીવડાવી બળાત્કાર કાર્યો, વીડિયો ઉતારી રૂ.90,000 પડાવ્યાં
આ સગીરાની મુલાકાત ગત ડિસેમ્બર 2024માં તેનીએક સગીર યુવક સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેની સાથે કાંકરિયા કાર્નિવલમાં ગઈ, જ્યાંથી તેનો પ્રેમી તેને ગીતામંદિર ખાતે એક મિત્રના ઘરે લઈ ગયો અને નશાકારક પીણું પીવડાવી તેના પર બળાત્કાર કર્યો હતો. આ સમયે સગીરાના પ્રેમીના મિત્ર પુષ્પકે પોતાના ફોનમાં વિડીયો ઉતાર્યો હતો.
આ ઘટના બાદ સગીરાના પ્રેમીએ સગીરાની ઓળખાણ પોતાના મિત્ર ક્રિષ્ના પટેલ સાથે કરાવી હતી અને તેની સાથે મિત્રતા કરવાનું દબાણ કર્યું હતું. સગીરા મિત્રતા નહીં રાખે તો તેનો વિડીયો વાયરલ કરી દઈશ તેવી પ્રેમીએ ધમકી આપી હતી. સગીરાનો પ્રેમી અને તેનો મિત્ર અવારનવાર પૈસાની માંગણી કરી સગીરા પાસેથી 90 હજાર રૂપિયા પડાવ્યાં હતા.
સગીરાને સતત દારૂ પીવડાવી ત્રણ દિવસ સુધી નશામાં રાખી બળાત્કાર કર્યો
બીજી ફેબ્રુઆરીએ સગીરા તેની મિત્ર પાસે હોસ્ટેલમાં ગઈ હતી અને ત્યાં તેના પ્રેમી સહિતના મિત્રો આવ્યા હતા. ત્યાંથી ક્રિષ્ના પટેલ અને તેના મેહુલ ચુનારા સહિતના મિત્રો રાયપુર બિગ બજાર ખાતે લઈ ગયા હતા. જ્યાં ત્રણેય નબીરાઓએ સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દારૂ પીવાનુ દબાણ કરી સગીરાને સતત દારૂ પીવડાવી ત્રણ દિવસ સુધી નશામાં રાખી હતી. આ દરમિયાન ક્રિષ્ના પટેલે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.
બે આરોપીઓની ધરપકડ, એક ફરાર
આ મામલે પોલીસે સગીરાના સગીર પ્રેમી તેમજ ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા નામના આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં અન્ય પુષ્પક નામનો આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.








