સુરતમાં લગ્ન સમારંભમા અપહરણ બાદ સગીરાની છેડતી કેસ, તરુણના પરિવાર માર માર્યાની વળતી ફરિયાદ
લગ્નસરાની સિઝનમાં એક સગીરાની છેડતી થઈ હતી. સુરતમાં લસકાણા વિસ્તારની એક સોસાયટીમાં લગ્ન સમારં

લગ્નસરાની સિઝનમાં એક સગીરાની છેડતી થઈ હતી. સુરતમાં લસકાણા વિસ્તારની એક સોસાયટીમાં લગ્ન સમારંભ દરમિયાન રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં રહસ્યમય રીતે ગુમ થયેલી 13 વર્ષીય સગીરાને તેની શાળામાં અભ્યાસ કરતા 16 વર્ષીય તરૂણે માર્બલના ગોડાઉનમાં લઈ જઈ છેડતી કર્યાના પ્રકરણમાં તરૂણના પિતાએ સગીરાના પિતા, કાકા સહિત ચાર વિરુદ્ધ પુત્રને માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી. આ સગીરાએ મેસેજ કરી પોતાના પુત્રને મળવા બોલાવ્યાનો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચોઃ ડાયમંડમાં મંદી ઘેરી બની, સુરતના કારખાનેદારોએ હીરાની ઘંટી ભંગારમાં વેચવા કારખાનેદાર મજબૂર
મેસેજ કરી બોલાવ્યો
તરૂણના પિતાની ફરિયાદ પ્રમાણે, પોતાના પુત્રને સગીરાએ જ મોબાઇલ ફોન પર મેસેજ કરી તેને મળવા બોલાવ્યો હતો. અવાવરું સ્થળે જ્યાં બેઠા હતા ત્યાંથી સગીરા પરત આવતી નહિ હોઈ તેમનો પુત્ર એક વખત તેને એકલી મૂકી આવી ગયો હતો, પરંતુ અડધા રસ્તેથી પાછા વળી સગીરાને તેના ઘરે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે તેના પિતા અને સાગરીતોએ તેને માર માર્યો હતો. સરથાણા પોલીસે મારામારીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ગુમ થઈ હતી
લગ્નપ્રસંગ દરમિયાન 13 વર્ષીય સગીરા ગુમ થઈ ગઈ હતી. રાત્રે સાડા બાર વાગ્યે આ સગીરા નજીકના વિસ્તારમાં રહેતા 16 વર્ષીય તરૂણ સાથે આવતી દેખાઈ હતી. તરૂણે માર્બલના ગોડાઉનમાં લઈ જઈ સગીરાની છેડતી કર્યાની ફરિયાદ સગીરાના પિતાએ પોલીસ મથકે નોંધાવી હતી. બીજા દિવસે આ તરૂણના પિતાએ સગીરાના પિતા, કાકા સહિત ચાર વિરુદ્ધ તરૂણને માર માર્યાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાવી હતી.








