સુરતના યુવકે PM મોદીની સિદ્ધિઓથી રંગી કરોડોની કાર, પ્રચારમાં બને છે આકર્ષણનું કેન્દ્ર
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકે પોતાની કરોડો રૂપિયાની જગુઆર કારને ભગવા રંગે રંગી નાખી છે. જેમાં મેં હું મોદી કા પરિવાર સહિતના સૂત્રો લખ્યા છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓને પણ અંકિત કરી છે.
ખાસ રીતે કાર ડિઝાઈન કરાઈ
ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ ગોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે ત્રિરંગાના રંગમાં છે. ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ છે.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હટાવવામાં આવેલી કલમ 370નો ઉલ્લેખ કરાયો છે. જી 20નો લોગો સહિતના કાર્યો પણ કાર પર ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યાં છે.
મોદીનો ચાહક
સિદ્ધાર્થ દોશીએ કહ્યું કે, હું મોદીનો ચાહક છું. તેમના કાર્યો મારા માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. મારી આ કાર હાલ પ્રચારમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મતદારોમાં જાગૃતિ લાવી રહી છે. જેથી હું આ કાર સાથે માત્ર સુરત જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ ચૂંટણીમાં બોલાવવામાં આવશે તો જરૂર જઈશ.








