મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેશમાં હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી વાયા ગુજરાત થઈને!, સુરત એરપોર્ટ પર આધેડની 3.11 કરોડના ગાંજા સાથે ધરપકડ

રાજ્યભરમાં દારૂબંધી તેમજ ડ્રગ્સનો વિરોધ ચાલી રહ્યો છે અને છાશવારે કરોડોની કિંમતનું

દેશમાં હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી વાયા ગુજરાત થઈને!, સુરત એરપોર્ટ પર આધેડની 3.11 કરોડના ગાંજા સાથે ધરપકડ

રાજ્યભરમાં દારૂબંધી તેમજ ડ્રગ્સનો વિરોધ ચાલી રહ્યો છે અને છાશવારે કરોડોની કિંમતનું ડ્રગ્સ તેમજ દારૂ પકડાય છે જેના કારણે ગુજરાતનું નામ પણ હવે ઉડતા ગુજરાત બન્યું છે. 

બેગની ટ્રોલીમાં કરોડોનો ગાંજો છુપાવ્યો હતો

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે CISF અને કસ્ટમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ક્રાઈમ બ્રાન્ચે એર ઈન્ડિયાની બેંગકોક-સુરત ફ્લાઈટમાં સુરત આવેલા મુંબઈના આધેડ પાસેથી  4.035 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો કબજે કર્યો છે. મુંબઈના આધેડે ટ્રોલી બેગવા ઉપરના નીચેના પડમાં આ આંજો છુપાવ્યો હતો, સ્કેનરથી બચવા માટે કાર્બન પેપર રાખ્યું હતું. 

 આધેડના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો 

ક્રાઈમ બ્રાન્ચે બે અઠવાડિયા અગાઉ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે CISF અને કસ્ટમ અધિકારીઓ સાથે સયુંક્ત ઓપરેશન હાથ ધરી એર ઈન્ડિયાની બેંગકોક-સુરત ફ્લાઈટમાં સુરત આવેલા જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાવા અકબરખાન (ઉંમર 56 રહે રૂમ નંબર 13, આઈ લાઈન બી સેક્ટર ચિતા કેમ્પ ટ્રોમ્બે મુંબઈ)ને 4.035 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડીને કુલ 1,41,43,095નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડ્રગ્સ સહિતના આંતરરાષ્ટ્રીય સ્મગલીંગના કેરિયર જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો હતો.

ટ્રોલી ખોલાવતાં વધુ ગાંજો ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે વધુમાં પૂછ પરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે ટ્રોલી બેગના ઉપર નીચેના પડમાં જ  બીજો ગાંજો  છુપાયેલો છે, આથી ક્રાઈમ બ્રાન્ટે અગાઉ કબ્જે કરેલી હાલમાં તેમના જ કબ્જામાં રહેલી ટ્રોલી બેગને કારીગરને બોલાવી ખોલાવતા તેમાંથી કરોડોનો વધુ જથ્થો મળ્યો હતો. એરપોર્ટ પર બેગ સ્કેન દરમિયાન ગાંજો પકડાય નહીં તે માટે કાર્બન પેપર રાખ્યું હતું. 

આ સમાચાર શેર કરો