સુરતમાં લેડિઝ વોશરૂમ બહાર યુવતીની છેડતી કરતાં આધેડ પકડાયો, ટોળાંએ મેથિપાક આપી પોલીસ હવાલે કર્યો
સુરતમાં મહિલાઓ સાથેની છેડતી અને દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દાદાની ઉંમરના એ

સુરતમાં મહિલાઓ સાથેની છેડતી અને દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દાદાની ઉંમરના એક આધેડ સરથાણામાં વોશરૂમની બહાર ઉભા રહ્યા હતાં. તેમાંથી બહાર નીકળતી યુવતી સાથે અડપલાં કરવાની વાતે ટોળું વિફર્યું હતું. ટોળાએ આધેડની ધોલાઈ કર્યા બાદ ઉઠક બેઠક કરાવી હતી. જે બાદ પોલીસ આપતા આધેડને પોલીસને સોંપી દીધો હતો. ઝડપાયેલા આધેડ જયંતી ધરમશી લાખાણી આ કોમ્પ્લેક્સના ડેનિશ કેકમાં જ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.
યુવતીઓએ ફરિયાદ કરી
ટોળાંએ જયંતી ધરમશી નામના આધેડ શખસને પકડી પાડ્યો હતો. તે પહેલાં તેની બરાબર માર માર્યો હોવાનું લાગી રહ્યું હતું. લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે યુવતીની છેડતી કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું. ટોળાંના સંકજામાંથી મુકત કરાવી આધેડને સરથાણા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તે સાથે જ બે યુવતીઓ પણ પહોંચી હતી.
બીભત્સ હરકત કરતો
સવારે સાડા દસ વાગ્યા અસરામાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે સરથાણા પોલીસને રોયલ પ્લાઝામાં પહોંચવા જણાવાયું હતું. એક આધેડ વયનો શખસ લેડિઝ ટોયલેટની બહાર ઉભો રહી યુવતીઓ સાથે બીભત્સ હરકત કરતો હોવાનું અને વિફરેલા ટોળું તેની સાથે મારકુટ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કોલ મળતાની સાથે જ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. લીંબોલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી.








