મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ત્રણ દિવસ વાવઝોડા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આ વર્ષે મે માસ એકંદરે માવઠાં અને પ્રિમોન્સૂન વરસાદ કે

ગુજરાતમાં ત્રણ દિવસ વાવઝોડા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં આ વર્ષે મે માસ એકંદરે માવઠાં અને પ્રિમોન્સૂન વરસાદ કે સી.બી.ક્લાઉડ ફોર્મેશન વગર આજ સુધી પસાર થયો છે પરંતુ હવે પંજાબથી પાકિસ્તાન થઈને ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ છે અને 28 મેના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે તેની અસર હેઠળ તા 30, 31 મે અને તા 1 જૂન એમ ત્રણ દિવસ રાજ્યમાં આંધી અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જારી કરાયું છે. 

મોસમ વિભાગ અનુસાર આજે અને તા 28 બુધ, ગુરુવાર સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારોમાં અકળામણ અનુભવાય તેવા ઉકળાટનું એલર્ટ જારી કરાયું છે.  જ્યારે તા 30 મેથી તા 1 જૂન સુધી ઉત્તર ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા અને કલાકના 50 કિ.મી.ની ઝડપે આંધી સાથે વરસાદ વરસવાનું એલર્ટ જારી કરાયું છે. 

જો કે નૈઋત્યનું ચોમાસુ હજુ દક્ષિણે આજ સુધી કેરલમાં પ્રવેશ્યુંં નથી, કેરલ પાસે દરિયામાં ચાર દિવસથી સ્થિર છે. પરંતુ, ઉપરોક્ત તોફાની વરસાદની શક્યતા  દેશની પશ્ચિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમથી પ્રબળ બની છે. 

૨૫ મેથી નૌતપા શરુ થયા છે, એટલે કે 2 જૂન સુધીના 9 દિવસ દરમિયાન સૂર્યના કિરણો અત્યંત વેધક રહે છે અને તે સમયે અતિશય અકળાવી દેતો,સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે તેવો તાપ વરસતો હોય તેવી પરંપરાગત માન્યતા રહી છે. વૃષભ રાશિ સાથે સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે. ચૈત્રી દનૈયાની જેમ આ દિવસોમાં હીટવેવ,અતિશય બફારો રહે તો વરસાદ સારો રહે તેવી પણ માન્યતા છે. તો વાસ્તવિકતા આજની એ છે કે આજે રાજ્યમાં પશ્ચિમી દરિયા ઉપરથી પવનો છતાં સુરેદ્રનગર 44.3, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ 43, અમરેલી, વલ્લભ વિદ્યાનગર, ભાવનગરમાં 42 સે. સાથે રાજ્યમાં અસહ્ય તાપ જારી રહ્યો હતો અને હજુ ગરમીનું એલર્ટ જારી છે. 

આ સમાચાર શેર કરો