મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ચાર દિવસ બાદ ચોમાસુ સક્રિય થશે, હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4

ગુજરાતમાં ચાર દિવસ બાદ ચોમાસુ સક્રિય થશે, હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 દિવસ બાદ રાજ્યમાં ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. 19 જૂનના વલસાડના દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચાર દિવસ બાદ રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે

હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર 16 જૂનથી 19 જૂન દરમિયાન રાજ્યમાં વિવિધ જગ્યાએ વરસાદ પડી શકે છે. 16 જૂને પંચમહાલ-વડોદરા-દાહોદ સહિતના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

ક્યા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

16 જૂન: પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથ
17 જૂન: ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
18 જૂન: ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
19 જૂન: પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

આ સમાચાર શેર કરો