VIDEO: મહેસાણાઃ વડનગરમાં પ્રધાનમંત્રી મોદીની શાળાથી મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
સોર્સ : GSTV
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાના ઐતિહાસિક નગર વડનગર ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શાળામાં ભણ્યા હતા તે પ્રતિષ્ઠિત બી. એન. હાઈસ્કૂલ ખાતેથી રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૪મી શ્રેણીનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. આ ત્રિદિવસીય પ્રવેશો.ત્સવ દરમિયાન ગુજરાતની 38 હજાર 400 શાળાઓમાં કન્યા કેળવણી રથયાત્રા સાથે અંદાજે 28.58 લાખ જેટલા ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરની શાળાઓમાં બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ધોરણ-૯ અને ૧૧માં નવા વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવી રહ્યું છે

