મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: ખેતરમાં પત્નીની હત્યા કરી પતિએ ઝાડ પર લટકી જીવન ટુંકાવ્યું

મહેસાણામાંથી એક હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ખેતરમાં પતિએ પત્નીની હ

મહેસાણા: ખેતરમાં પત્નીની હત્યા કરી પતિએ ઝાડ પર લટકી જીવન ટુંકાવ્યું

મહેસાણામાંથી એક હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ખેતરમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ઝાડ પર લટકીને આત્મહ્ત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં પતિએ પત્નીની કુહાડીના ઘા મારીને કરપીણ હત્યા કરી છે અને પોતે બાજુના ઝાડ પર લટકીને જીવન ટુંકાવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં સતલાસણાના નવાવાસ રાજપુર ગામે આ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ખેતરમાં પતિએ પત્નીની કુહાડીના ઘા મારીને હત્યા કરી છે. આજે વહેલી સવારે ઘેરથી પતિ પત્ની ખેતર પહોંચ્યા બાદ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. અગમ્ય કારણોસર પહેલા પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ ઝાડ પર રસ્સા વડે લટકી પતિએ પોતાનું પણ જીવન ટૂંકાવ્યું હતું.

મામલાની જાણ થતાં સતલાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. FSLના રિપોર્ટ બાદ અને પોલીસની વધુ તપાસ બાદ હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાશે. આ સમગ્ર બનાવમાં ચમાર રમીલાબેન વિરાભાઈ અને ચમાર વિરાભાઈ જીવાભાઈના મોત નિપજ્યાં છે.

આ સમાચાર શેર કરો