મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા/ પ્રતિબંધિત ચાઈનિઝ દોરીથી યુવાનનું ગળું કપાયું, રેલવે પુલ ઉપર બની ઘટના

મહેસાણાના આંબલિયાસણમાં વધુ એક યુવાન દોરીનો ભોગ બન્યો છે. આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઈક લ

મહેસાણા/ પ્રતિબંધિત ચાઈનિઝ દોરીથી યુવાનનું ગળું કપાયું, રેલવે પુલ ઉપર બની ઘટના

મહેસાણાના આંબલિયાસણમાં વધુ એક યુવાન દોરીનો ભોગ બન્યો છે. આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઈક લઈને જઈ રહેલા મિતેષ જોશીને ચાઈનીઝ દોરી વાગી હતી. ગળાના ભાગે યુવાનને દોરી વાગતા તેનું ગળું કપાયું હતું. જોકે સદનસિબે યુવાનને ખાનગી હોસ્પિટલ લઈને જતા યુવાનનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા જ એક યુવાનનું દોરી વાગવાને કારણે મોત થયું હતું. 

આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષામાં 444 માર્કસની ભૂલ શિક્ષકને પડી 44 હજારમાં, શિક્ષણ બોર્ડે શા માટે લીધો આ નિર્ણય

ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. SOGએ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો