બોર્ડની પરીક્ષામાં 444 માર્કસની ભૂલ શિક્ષકને પડી 44 હજારમાં, શિક્ષણ બોર્ડે શા માટે લીધો આ નિર્ણય
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ બદલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ બદલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને એક માર્કસની ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના શિક્ષકે 444 માર્કસની ભૂલ કરતા સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે શિક્ષકોમાં એક શિક્ષકને 4200 અને એક શિક્ષકને 37,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જો કે આ ત્રણેય શિક્ષકો ખાનગી સ્કૂલોના જ છે.
શિક્ષકને પેપર તપાસવાની ભૂલ ભારે પડી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ 2022થી લઈને ચાલુ વર્ષ 2024ની માર્ચ બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં ભૂલો કરવા બદલ શિક્ષકો પાસેથી દંડ વસૂલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને શિક્ષકો પાસેથી લાખો રૂપિયાનો દંડ હજુ વસૂલવાનો બાકી છે, ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના એક શિક્ષકને બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓ તપાસવામાં ભૂલો બદલ સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરાયો છે.
આ પણ વાંચો:
444 માર્કસની ભૂલ કરાઈ
જેઓ દ્વારા તમામ ઉત્તરવહીઓના મૂલ્યાંકન દરમિયાન કુલ 444 માર્કસની ભૂલ કરાઈ હતી. આ ઉપરાંત અન્ય એક સ્કૂલના શિક્ષકને 424 માર્કસની ભૂલ બદલ 42,400 રૂપિયા અને એક સ્કૂલના શિક્ષકને 375 ભૂલ બદલ 37,500 રૂપિયાનો દંડ કરાયો છે.






