સુરતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, દોઢ ઈંચ વરસાદથી નીચાણવાળા રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણેક દિવસથી ભારેથી લ

સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણેક દિવસથી ભારેથી લઈને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. દોઢ ઈંચથી વધુ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. જેથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.
વાહનચાલકોને હાલાકી
વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સ્થિતિને લઈને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં. પાણી ભરાવાથી લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ શાળા-કોલેજ આવતા-જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી હતી.
રસ્તા પાણીમાં ગાયબ
સ્થાનિકોએ કહ્યું કે, આ વર્ષ વરસાદ ખૂબ પડ્યો છે. જ્યારે વરસાદ પડે ત્યારે અહિં પાણી ભરાય જાય છે. તેમ છતાં તાયફાઓમાં અને ખોટા દંડ ફટકારવામાં અગ્રેસર પાલિકા દ્વારા એવી કોઈ કામગીરી થતી નથી. જેના કારણે ફરીથી વરસાદી પાણી ન ભરાય. થોડા વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ જાય છે. તેમ છતાં પાલિકા તંત્ર કામગીરી કરવા પણ દેખાતું નથી.








