દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, ખેડૂતોએ ડાંગર, શેરડી સહિતની વાવણી આદરી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી ર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ શેરડી, ડાંગર અને કપાસના પાકની વાવણી શરૂ કરી દીધી છે. પાકને નિયત પાણી મળી રહેતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સારા વરસાદની ખેડૂતોને આશા
દક્ષિણ ભારતથી મુંબઈ અને નવસારીથી સુરતમાં વરસાદને પહોંચતા ભારે સમય લાગ્યો છે. વરસાદ એક સપ્તાહ મોડો પહોંચ્યો છે. જો કે, ધીમી ધારે પ્રમાણમાં વરસાદ સારો પડી રહ્યો છે. જેથી વરસાદને લઈને ખેડૂતોએ વાવણી સહિતના કાર્યો શરૂ કરી દીધા છે. જેથી આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.
સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી
ખેડૂત આગેવાન જયેશ દેલાડએ કહ્યું કે, હવામાન વિભાગની આગાહી હતી. ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં હતાં. સમગ્ર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે. જેથી ખેડૂતોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.








