મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં વરસ્યો વધુ વરસાદ

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં વરસ્યો વધુ વરસાદ

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,  અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

વલસાડમાં શાળા કોલેજો બંધ

ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે સોમવાર (પાંચમી ઓગસ્ટ) વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.

આ સમાચાર શેર કરો