અમદાવાદ: 4 વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે મેગા સર્ચ ઓપરેશન, 428 લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો
અમદાવાદમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન યોજાયું હતું. અમદાવાદના ઝોન-2 ડીસીપી દ્વારા મ

અમદાવાદમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન યોજાયું હતું. અમદાવાદના ઝોન-2 ડીસીપી દ્વારા મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના સાબરમતી પોલીસ મથકમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમ્યાન 428 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
કાળીગામ, છારાનગર, ધરમનગર, ત્રાવડમાં સર્ચ ઓપરેશન
પોલીસે અસમાજીક તત્વોની ઉઠક-બેઠકવાળી જગ્યાઓ પર મેગા સર્ચ કરવામાં આવ્યું હતું. શહેરના કાળીગામ, અચેરનગર, છારાનગર, ધરમનગર અને ત્રાગડ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાનના ગલ્લાઓ, ગલીઓ, ચાની કિટલીઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બ્રેથ એનાલઈઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે કેટલાક લોકોની તપાસ આદરી
આ વિસ્તારોમાં ભાડે રહેતા લોકોના દસ્તાવેજો અને અન્ય કાગળોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ભાડુઆતોની સખ્ત રીતે તપાસ આદરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: એક તરફ હોસ્પિટલમાં દર્દીઓને પથારી નથી મળતી તો બીજી તરફ ધૂળ ખાતા બેડનો ખડકલો
અચાનક સર્ચ ઓપરેશનથી અસમાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો
પોલીસે આ વિસ્તારોમાં બ્રેથ એનાલઈઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે કેટલાક લોકોની તપાસ આદરી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીમાં પોલીસના મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા. અચાનક સર્ચ ઓપરેશનથી અસમાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.






