અમદાવાદ: એક તરફ હોસ્પિટલમાં દર્દીઓને પથારી નથી મળતી તો બીજી તરફ ધૂળ ખાતા બેડનો ખડકલો
AMC અમદાવાદની પ્રજા પાસેથી કમરતોડ ટેક્સ વસૂલે છે, તો આ ટેક્સના રૂપિયા વેડફાતા હોવાનો અહેવાલ સામે આવ્યા છે.

AMC અમદાવાદની પ્રજા પાસેથી કમરતોડ ટેક્સ વસૂલે છે, તો આ ટેક્સના રૂપિયા વેડફાતા હોવાનો અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી નવા બેડો ધૂળ ખાઈ રહ્યા છે. આ નવા બેડો જેમ તેમ પડ્યા છે.
બેડો કાટ ખાઈ જાય તેની જોવાઈ રહી છે રાહ
શું આ બેડો કાટ ખાઈ જાય તેની AMC રાહ જોઈ રહ્યું છે. ઠક્કરબાપા નગરમાં આવેલું આ અર્બન સેન્ટર કેટલાય સમયથી બંધ પડ્યું છે. નવું અર્બન સેન્ટર બન્યા પછી, જૂના સેન્ટરને ખંભાતી તાળા વાગી ગયા છે.
આ પણ વાંચો: રાજકોટ: મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો, લાંબા સમયથી કરતો હતો લોકોની સારવાર
હોસ્પિટલોમાં પહોંચશે કે નહીં?
AMCની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની સતત બૂમરાણ મચે છે, ત્યારે ધૂળ ખાતા બેડનો ખડકલો પડ્યો છે. બંધ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આ બેડો હોસ્પિટલોમાં પહોંચશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ કરનારા સરકારી બાબુઓ સામે પગલાં લેવાશે કે નહીં?.






