મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ફેંકી દેવાયો

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં રોજબરોજ મોટી સંખ્યામાં

ગોધરા સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ફેંકી દેવાયો

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ પોતાની સારવાર અર્થે આવતા હોય છે. ગોધરા સિવિલ હોસ્પિટલ સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જ ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા સેવાઈ હતી.

જે સ્થળે જાહેરમાં મેડિકલ વેસ્ટનો જથ્થો મોટાપ્રમાણમાં ફેંકવામાં આવ્યો હતો તેની નજીકમાં જ બાળકોનો વોર્ડ અને ઈમરજન્સી વોર્ડ આવેલો છે, તેમ છતા સિવિલ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને ઠેરઠેર રોગચાળો વકરવાની સાથે ઘરે ઘરે  માંદગીના ખાટલા હોવા છતા ગોધરા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવતા સીવીલ હોસ્પિટલના સત્તાધીશોના વહીવટને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જ્યારે આ મામલે સીવીલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓએ કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ મામલે પંચમહાલ હીતરક્ષક સમિતિના પ્રમુખે આ પ્રકારની બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. 

આ સમાચાર શેર કરો