છોટાઉદેપુરના રાસલીની હોસ્ટેલના હાલ બેહાલ, તૂટેલા પલંગ ઉપર 3 વર્ષથી ગાદલાં નથી બદલાયાં
છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સૂવા માટેના પલંગ ત

છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સૂવા માટેના પલંગ તૂટેલી હાલતમાં છે. જયારે ગાદલા ફાટી અને તૂટી ગયેલા છે. સરકારે ત્રણ વર્ષથી ગાદલા નવા આપ્યા નથી. અધિકારીઓ આ બાબતે કાંઈ બોલવા તૈયાર નથી. આદિવાસી વિસ્તારમાં બાળકોને રહેવા જમવાની સુવિધા વાળી આદર્શ નિવાસી શાળાઓ સરકાર દ્વારા ખોલવામાં આવેલી છે. જો કે સુવિધાઓ બાળકોને આદિજાતિ વિભાગ દ્વારા પુરી પાડવાની હોય છે જે પડાતી ન હોવાનું સામે આવ્યું છે.
હોસ્ટેલની સુવિધા કથળી
આદિવાસી બાળકો માટે સરકાર ટ્રાઇબલ વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાંટો શિક્ષણ પાછળ અને હોસ્ટેલ માટે ફાળવવામાં આવે છે. જેમાંથી બાળકોને સારી સુવિધા જિલ્લા મથક ઉપર બેસતા અધિકારીઓએ આયોજન કરવાનું હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં 240થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમના સૂવા માટેના પલંગો તૂટેલી હાલતમાં છે. ગાદલા ત્રણ વર્ષ જૂના છે. ફાટી ગયેલા છે. જયારે ફિલ્ટર વાળા પાણીના કુલરો બગડેલી હાલતમાં છે.
અધિકારીઓએ જવાબ ન આપ્યો
પલંગો તૂટેલા હોવાથી બાળકોને કમ્મરમાં વાગે છે. હાલ ઠંડીની સીઝન છે. બાળકોને ગરમ પાણીની સુવિધા નથી. ઓઢવા માટે રજાઈ આપવામાં આવી નથી. આ તમામ સુવિધાઓ હોસ્ટેલમાં પૂરી પાડવાની હોય છે. પરંતુ અધિકારીઓ આ સુવિધા આપવામાં પાછીપાની કરે છે. આ બાબતે શાળાના પ્રિન્સીપાલ કાંઈ પણ બોલવા માટે તૈયાર નહોતા. કચેરી છોડીને જતા રહ્યા હતા. આદિવાસી વિસ્તારમાં સરકારે કરોડો રૂપિયાની ગ્રાંટો ફાળવી છે. પરંતુ અધિકારીઓ તેના ઉપર ધ્યાન આપતા નથી. તેનો આ વરવો નમૂનો છે.








