મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મેચ ફિક્સિંગના કલાકારોએ કહ્યું કે, સત્ય, ષડયંત્રને સામે લાવવા પ્રયાસ

સુરતમાં બોલીવુડની આગામી ફિલ્મ 'મેચ ફિક્સિંગ - ધ નેશન એટ સ્ટેક'નું પ્રી-રીલીઝ સ્ક્

સુરતમાં મેચ ફિક્સિંગના કલાકારોએ કહ્યું કે, સત્ય, ષડયંત્રને સામે લાવવા પ્રયાસ

સુરતમાં બોલીવુડની આગામી ફિલ્મ 'મેચ ફિક્સિંગ - ધ નેશન એટ સ્ટેક'નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. જેમણે ફિલ્મની વાર્તા અને તેની સાથે જોડાયેલી વાતો રજૂ કરી હતી. ફિલ્મના નિર્દેશક પલ્લવી ગુર્જરે કહ્યું કે, પુસ્તક આધારિત આ ફિલ્મ છે. જેના માટે અમે ખૂબ જ મહેનત કરી છે. કેવી રીતે રાજકારણ, વ્યક્તિગત લાભ, ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે. 

મનોજ જોશીએ કહ્યું કે, આ ફિલ્મમાં મારો રોલ પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશરફનો છે. જે રોલની શરૂઆતમાં મેં ના પાડી દીધી હતી. જો કે, ફિલ્મની વાર્તા અને તેની સાથે જોડાયેલા લોકોના કારણે બાદમાં આ રોલ સ્વીકાર્યો હતો. આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં પરંતુ એક પુસ્તક પરથી બની હોવાથી સત્યના તાણાવાણાને રજૂ કરી છે. 

ભગવા આતંકવાદ જેવા નેતાઓએ ઉચ્ચારેલા શબ્દો અને ત્યારબાદ શરૂ થયેલી ઘટનાઓને આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. પોલિટિક્સમાં લોકો કેવી રીતે પોતાની વાત રજૂ કઈ રીતે કરે છે. તે અંગેની આ ફિલ્મ છે. જેથી લોકોના માઈન્ડમાં રહેલી અલગ અલગ પ્રકારની ભ્રાંતિઓને તોડવામાં સહાયક સાબિત થશે. દેશ વિદેશમાં આ ફિલ્મનું શૂટિંગ થયું છે. જે લોકોને ખૂબ જ પસંદ આવશે તેમ ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું.

આ સમાચાર શેર કરો