મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : ભાણવડના ધારાગઢ ગામે એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે એક જ પરિવારના 4 સભ્યોએ સ

દેવભૂમિ દ્વારકા : ભાણવડના  ધારાગઢ ગામે એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના  ધારાગઢ ગામે એક જ પરિવારના 4 સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોડપર ગામના અને હાલ જામનગર રહેતા આ પરિવારના 4 સભ્યોએ ભાણવડ તાલુકાના  ધારાગઢ ગામે રેલવે ફાટક પાસે ખુલ્લી જગ્યામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરનાર પતિ-પત્ની અને તેના પુત્ર-પુત્રી આ ચારેય લોકો એક બાઈક અને એક એક્ટીવા પણ ઘટના સ્થળે આવ્યા હતા. 

ભાણવડ પોલીસે આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સામુહિક આપઘાત કરવાનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે. 

આપઘાત  કરનાર મૃતકોની વિગત : 

  • અશોકભાઈ જેઠભાઈ ધુંવા  - ઉ. 42
  • લીલુંબેન અશોકભાઈ ધુંવા - ઉં 42
  • જીગ્નેશ અશોકભાઈ ધુંવા - ઉ.20
  • કિંજલ અશોકભાઈ ધુંવા - ઉં. 18

આ સમાચાર શેર કરો