બનાસકાંઠામાં BZ જેવું જ કૌભાંડ: 200 દિવસમાં પૈસા ડબલની લાલચ આપી અનેક લોકોને છેતર્યા; આરોપી ઝડપાયો
બનાસકાંઠામાં BZ જેવું જ એક કૌભાંડના આરોપીને ઝડપવામાં આવ્યો છે. બનાસકાંઠામાં 80 કરોડથી વધુની ઠગાઇ

બનાસકાંઠામાં BZ જેવું જ એક કૌભાંડના આરોપીને ઝડપવામાં આવ્યો છે. બનાસકાંઠામાં 80 કરોડથી વધુની ઠગાઇના આરોપીને CID ક્રાઇમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા,સાબરકાંઠા સહિત અનેક જિલ્લામાં ઠગાઇ આચરવામાં આવી હતી.
બનાસકાંઠામાં ઠગાઇ આચરનાર આરોપી ઝડપાયો
બનાસકાંઠામાં 200 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રોકાણ કરાવનાર આરોપીને CID ક્રાઇમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં 80 કરોડથી વધુની ઠગાઇ આચરવામાં આવી હતી. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં અનેક લોકો પાસેથી રોકાણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના પીડિતો સાથે પણ ઠગાઇ આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ જ બનાસકાંઠાના પાલનપુરમાં નાઉ સ્ટાટ નામની કંપની ખોલી હતી રોકાણકારોના એકાઉન્ટ બનાવી, ડિજિટલ લોકરમાં પૈસા દેખાડતો હતો. આ સાથે જ ઠગાઇના પૈસા રિયલ સેક્ટરમાં રોકાણ કરતો હતો. સૂત્રો અનુસાર BZ કરતા પણ મોટું આ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું છે ઘટના?
બનાસકાંઠાના પાલનપુરમાં નાઉ સ્ટાર્ટ નામની પોન્ઝી સ્કીમમાં અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પાલનપુર ખાતે નિરંજન શ્રીમાળીએ Now Start નામની પોન્ઝી સ્કીમની શરૂઆત કરી હતી અને રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતર આપતા હતા. આ સ્કીમમાં ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને પણ જોડવામાં આવતા હતા. બનાસકાંઠામાં 80 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી.
આ પણ વાંચો: BZ કૌભાંડ: એજન્ટ તરીકે કામ કરતા સરકારી શિક્ષકને પૂછપરછ માટે ઉઠાવ્યો!, CID એક્ટિવ થતા અન્ય એજન્ટો ભૂગર્ભમાં
પોન્ઝી સ્કીમની શરૂઆત કરી હતી અને રૂપિયાની સામે ઉંચુ વળતર આપતો હોવાની વાત સામે આવી હતી. ગુજરાતમાં પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં બ્રાન્ચ ખોલીને અનેક લોકોને છેતર્યા હતા. નાઉ સ્ટાર્ટ વે નામની કંપની ખોલી પૈસા ડબલ કરવાની લાલચમાં અનેક લોકો સાથે ઠગાઇ કરી હતી.








