Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલ તપાસમાં મોટો ઘટસ્ફોટ, AMCએ ટ્રસ્ટને પ્લોટ ફાળવ્યો, સ્કૂલે કંપનીના નામે લીધો
અમદાવાદ શહેરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવી હતી. સ

અમદાવાદ શહેરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવી હતી. સેવન્થ ડે સ્કૂલ સામે ચાલી રહેલી તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, તેનો શરતભંગ થયો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે હવે AMC દ્વારા શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, AMCએ આ પ્લોટ ટ્રસ્ટને ફાળવવાનો હતો, પરંતુ સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ કંપનીના નામ હેઠળ પ્લોટ લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પ્લોટનો ઉપયોગ પણ નિયમો વિરુદ્ધ થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. AMCએ આ પ્લોટ પર ઇમ્પેક્ટ ફી ભરેલી છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે શાળા સંચાલકોએ પ્લાન પાસ કરાવવાની શરતનો પણ ભંગ કર્યો છે. આવા સંજોગોમાં નિયમ મુજબ ડીડ રદ કરવા અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ મામલે હવે AMC દ્વારા શાળા સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવશે. શાળા સંચાલકોએ સરકારી નિયમોનો ભંગ કરીને પ્લોટનો ઉપયોગ કર્યો હોવાથી આ મામલો ગંભીર બની ગયો છે.
સ્કૂલ પાસે મંગાવાઇ હતી આ વિગતો
સ્કૂલની ધો.1થી12ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ
વર્ગ વધારો હોય તેની પ્રમાણિત નકલ
આસીએસઈ બોર્ડ સાથે જોડાણ મેળવવા ગુજરાત સરકારની મેળવેલ એનઓસીની નકલ
સ્કૂલનું બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી
સ્કૂલ મકાન તેમજ રમત ગમત મેદાનની માલિકી કે ભાડા કરારની પ્રમાણિત નકલ
સ્કૂલના મકાનના તમામ ફ્લોરવાઈઝ સમક્ષ સત્તામંડળે માન્ય કરેલા નકશા
સ્કૂલનું ટ્રસ્ટ ડીડ
શાળાના પીટીઆરની નકલ
એસીએસઈ બોર્ડ સાથેનું એફિલિએશન સર્ટિફિકેટ
સ્કૂલના તમામ બિલ્ડીંગની ફાયર એનઓસી
સ્કૂલમાં ચાલતા તમામ ધોરણોની વર્ગવાર વિદ્યાર્થી સંખ્યા
સ્કૂલના શિક્ષકોની લાયકાત સાથેની યાદી
શિક્ષકોના પગારની એકાઉન્ટ નંબર સાથેની વિગતો
સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજોની માન્યતાના આધારો
કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા માટે આસીએસઈ બોર્ડ કે ગુજરાત બોર્ડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં.






