મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સામૂહિક આપઘાત મામલે મનીષ દોશીનું નિવેદન, કહ્યું 'ગુજરાતમાં બાળક 46 હજાર દેવા સાથે જન્મે છે'

Ahmedabad Suicide News: અમદાવાદના બગોદરામાં પરિવારના સામૂહિક આત્મહત્યા મુદ્દે કોંગ્રેસ પ્રવકતા ડૉ.મનીષ દ

સામૂહિક આપઘાત મામલે મનીષ દોશીનું નિવેદન, કહ્યું 'ગુજરાતમાં બાળક 46 હજાર દેવા સાથે જન્મે છે'

Ahmedabad Suicide News: અમદાવાદના બગોદરામાં પરિવારના સામૂહિક આત્મહત્યા મુદ્દે કોંગ્રેસ પ્રવકતા ડૉ.મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આ અંતિમ પગલું ગુજરાત માટે ચિંતાજનક છે. આવા બનવા પહેલી વખત નથી બન્યા. ગુજરાતમાં દર મહિને 1 પરિવાર આર્થિક સંકડામણ કારણે આત્મહત્યાનો ભોગ બને છે.

છેલ્લા 3 વર્ષમાં 25 હજાર વધુ લોકો આત્મહત્યા - મનીષ દોશી

તેમણે જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષમાં 25 હજાર વધુ લોકો આત્મહત્યા કરી છે. જેમાં 500 જેટલા વિધાર્થી આત્મહત્યા કરી છે. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરમાં હજારો લોકોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમ સરકાર મોટા મોટા વિકાસના દવા કરી રહી છે, બીજી બાજુ ગુજરાતમાં ગરીબ પરિવાર આત્મહત્યા કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારે અમિર પરિવારને નહીં પણ ગરીબ પરિવારને માફ કરવી જોઈએ. ગુજરાતના લોકો આર્થિક સંકડામણમાં આવીને આત્મહત્યા ન કરે તે માટે ગૃહમંત્રી કામગીરી કરે. આ જ ગુજરાતના દરકે ખેડૂત પર 90 હજાર દેવું છે. ગુજરાતમાં બાળક જન્મે ત્યારે 46 હજાર દેવા સાથે જન્મે છે. બગોદરા જેવી ફરી ઘટના ન બને તે બાબતે કામ કરે તેવી આશા છે.

આ સમાચાર શેર કરો