મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: JG ઇન્ટરનેશનલમાં યોજાયો ઈન્ટર સ્કૂલ ફેસ્ટિવલ, 15 થી વધુ શાળાના 450 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

અમદાવાદની JG ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વધા‌ 2.0 હેઠળ ઈન્ટર સ્કૂલ ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફેસ

Ahmedabad news: JG ઇન્ટરનેશનલમાં યોજાયો ઈન્ટર સ્કૂલ ફેસ્ટિવલ, 15 થી વધુ શાળાના 450 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

અમદાવાદની JG ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વધા‌ 2.0 હેઠળ ઈન્ટર સ્કૂલ ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં સાહિત્ય, ટેક્નોલોજી, કલા, રમતગમત સહિતની સ્પર્ધાને આવરી લેવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં અમદાવાદની અલગ અલગ 15થી વધુ શાળાના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં  વિદ્યાર્થીઓની કુશળતાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સ્પર્ધાઓ માટેનું એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. 

2004માં JG ઇન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી

ASIA ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત વર્ષ 2004માં JG ઇન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળના કેટલાક વિદ્યાર્થીઓ IB બોર્ડમાં, કેમ્બ્રિજ યુનિમાં, CISCE બોર્ડ, રાજ્ય સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ટોપર્સ રહી ચૂક્યા છે, સાથે સાથે રમતગમત, દૃશ્યકલા અને નૃત્ય-સંગીત જેવા પરફોર્મિંગ આર્ટ્સમાં પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે..

 કાવ્યપઠન, ડિજિટલ લોગો ડિઝાઇનિંગ, પોસ્ટર ડિઝાઈનિંગ સહિતની સ્પર્ધા

ફેસ્ટિવલમાં કાવ્યપઠન, ડિજિટલ લોગો ડિઝાઇનિંગ, પોસ્ટર ડિઝાઈનિંગ જેવી ક્રિએટિવ તથા માઇન્ડ મેરાથોન અને પેનલ્ટી શૂટઆઉટ, બાસ્કેટબોલ ફ્રી થ્રો, ટેબલ ટેનિસ, કરાટે અને ચેસ જેવી એનર્જેટિક રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે   અનોખી ડિઝાઇન થિંકિંગ ચેલેન્જનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના આધાર પર વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે આઇડિયા અને પ્રોટોટાઇપ તૈયાર કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઝળહળી રહ્યો હતો.

JGISના પ્રિન્સિપાલ ડૉ. કવિતા શર્માએ જણાવ્યું હતું કે, ‘સ્વધા માત્ર સ્પર્ધા નથી, જે વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઊજવવાનો અવસર છે. જેમાં વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટતા, સ્પૉર્ટસમેન સ્પીરીટ, સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. આ સ્પર્ધા વિદ્યાર્થીઓની પોતાની જાત સાથેની સ્પર્ધા છે. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ધોરણ 3 થી 12 સુધી વિવિધ ગ્રૂપમાં પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેના દ્વારા વિશ્લેષણાત્મક વિચારશક્તિ, વાણીપ્રદર્શન, કલાત્મક અભિવ્યક્તિ, ડિજિટલ કુશળતા અને શારીરિક ચુસ્તતા જેવી ક્ષમતાઓનો પરિચય થયો છે.’

તમામ શ્રેણીઓમાં જે પણ વિદ્યાર્થીઓ જીત્યા તેમને ખાસ ઈનામો એનાયત કર્યા 

આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે પ્રમાણપત્રો એનાયત કર્યા હતા, અને સ્પર્ધામાં તમામ શ્રેણીઓમાં જે પણ વિદ્યાર્થીઓ જીત્યા તેમને ખાસ ઈનામો એનાયત કર્યા હતા. તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાનો યોગ્ય વપરાશ કરીને તમામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખાસ નિર્ણયાક તરીકે અનુભવી નિષ્ણાતોની પેનલ હાજર રહી હતી. નિષ્ણાંતોની પેનલે બારીકાઈથી નિરીક્ષણ કરીને વિજેતાઓના નામ જાહેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો