મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નીતિન પટેલના ‘રાજકારણમાં દલાલો’ નિવેદન પર મનીષ દોશી, ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જે

નીતિન પટેલના ‘રાજકારણમાં દલાલો’ નિવેદન પર મનીષ દોશી, ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. કડીના ડરણ ગામમાં નીતિન પટેલે કહ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. નીતિન પટેલના આ નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. 

ભાજપનો ખેસ નાખોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

નિતીન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા છે તેવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપનો ખેસ નાખોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ છે. નીતિન પટેલનું નિવેદન ભાજપનાં ચાલ-ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે.  તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચુક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે.

ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે નીતિનભાઈની વાત સાચી છે. ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે. ભાજપના લોકો અધિકારીઓને ડરાવી ધમકાવીને કામ કરાવી લે છે. પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવામાં આવે છે. ભાજપમાં જે લોકો છે તે લોકો લાભાર્થીઓ છે અને તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી. જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે, તેને ભાજપ સરકાર બંધ કરાવે. 

આ સમાચાર શેર કરો