મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: માંગરોળના ખેડૂતોએ 350 કરોડના સહાય પેકેજનો કર્યો વિરોધ, ' કેટલાક ગામમાં અસરગ્રસ્ત ખેતરમાં સર્વે જ નથી કરાયો'

એક તરફ રાજ્યસરકારે આજે જુલાઈ-2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્

સુરત: માંગરોળના ખેડૂતોએ 350 કરોડના સહાય પેકેજનો કર્યો વિરોધ, ' કેટલાક ગામમાં અસરગ્રસ્ત ખેતરમાં સર્વે જ નથી કરાયો'

એક તરફ રાજ્યસરકારે આજે જુલાઈ-2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રૂ. 350 કરોડનું રાહત- સહાય પેકેજ જાહેર કર્યું છે. બીજી તરફ માંગરોળ તાલુકાના ખેડૂતોએ આ સહાય પેકેજનો વિરોધ કર્યો છે. એટલું જ નહીં કેટલાક ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં સર્વે જ નથી કરાયો તેમ એક ખેડૂતે જણાવ્યું છે. 

દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે ખેડૂતો શેરડીની ખેતી કરે છે. ત્યારે આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજમાં શેરડીના પાકનો સમાવેશ નહીં કરાતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. પરિણામે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ખેડૂતોએ 350 કરોડના સહાય પેકેજનો વિરોધ કર્યો છે. એટલું જ નહીં કેટલાક ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં સર્વે જ નથી કરાયો તેમ એક ખેડૂતે જણાવ્યું છે. 

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા  રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો