મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એક મહિનાના અંતરાલ બાદ ફરી ધમધમશે માણેકચોકનું રાત્રી બજાર, ડ્રેનેજની કામગીરીને લઈને હતું બંધ

અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસ

એક મહિનાના અંતરાલ બાદ ફરી ધમધમશે માણેકચોકનું રાત્રી બજાર, ડ્રેનેજની કામગીરીને લઈને હતું બંધ

અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ) થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.

આવતીકાલથી ફરી શરૂ થશે માણેકચોકનું ખાણી-પીણી બજાર

નોંધનીય છે કે, AMC દ્વારા અમદાવાદના મધ્ય ઝોનમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મધ્ય ઝોનમાં સરવેની કામગીરી બાદ રિહેબિલિટેશન માટેની કામગીરી માટે એક મહિના સુધી માણેક ચોકનું ખાણી-પીણી બજાર બંધ રાખવામાં આવ્યું હતું. જે હવે આવતીકાલથી ફરી શરૂ થશે. 

ફરી ધમધમશે માણેકચોક

નોંધનીય છે કે, હોળી પહેલાં તંત્ર દ્વારા ખાણી-પીણીના વિક્રેતાઓ અને સોની બજારના વેપારીઓને બજાર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી હતી. હાલ, ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ તંત્રએ ફરી બજાર ખોલવાની જાહેરાત કરી છે. 

આ સમાચાર શેર કરો