અમદાવાદમાં માથાભારે શખ્સે પોલીસ જવાનો સાથે કરી ઝપાઝપી, ગાડીથી ઉડાવી દેવાની ધમકી પણ આપી
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એક શખ્સે પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી બીભત્

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એક શખ્સે પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી બીભત્સ ગાળો આપી. મામલો આટલે ન અટકતા પોલીસ જવાનોને ગાડીથી ઉડાવી નાખવાની ધમકી પણ આપી.
શહેરના આંબાવાડી વિસ્તારમાં ફિરંગી પાન પાર્લર પાસે યુવકે પોલીસ જવાનો ઉપર કર્યો હુમલો. હિરેન શેખાવત નામના શખ્સને પોલીસ ગાડીમાં બેસાડતી ખતે સૌથી પહેલા પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી ત્યાર બાદ બીભત્સ ગાળો આપી હતી. સાથે જ પોલીસ જવાનોને ગાડીથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
પોલીસ જવાનો દ્વારા હિરેનને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરીથી હિરેને ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ પોલીસકર્મીનો મોબાઈલ નીચે પટકી સ્ક્રીન પણ તોડી નાખી હતી. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ દ્વારા હિરેન વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.






