લોક-સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ
લોકસાહિત્ય ડાયરાના આયોજન મુદ્દે દેવાયત ખવડ અને ભ

લોકસાહિત્ય ડાયરાના આયોજન મુદ્દે દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચે થયેલા હોબાળા કેસમાં લોક-સાહિત્યકાર દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણની આગોતરા જામીન અરજી પર આગામી દિવસોમાં આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે. દેવાયત ખવડે પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ અને 5 લાખ રૂપિયાની રોકડની લૂંટની ફરિયાદ કરી હતી. જ્યારે બીજી બાજું ભગવંતસિંહ ચૌહાણ દ્વારા ડાયરાના આયોજન માટે 8 લાખ રૂપિયા લઈ હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી.



