મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ભેખડ ધસી પડતાં ચાર શ્રમિકો દટાયા, કોંગ્રેસના ધારાસભ્યની નવી ઓફિસનું કામ ચાલતું હતું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ખાંડની શેરી પાસે ભેખડ ધસી પાડવાનો મામલો

અમદાવાદમાં ભેખડ ધસી પડતાં ચાર શ્રમિકો દટાયા, કોંગ્રેસના ધારાસભ્યની નવી ઓફિસનું કામ ચાલતું હતું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ખાંડની શેરી પાસે ભેખડ ધસી પાડવાનો મામલો સામે આવ્યો છે. જેની બરાબર અડીને કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની નવી ઓફિસનું કામ ચાલતું  હતું. નિર્માણાધીન ઓફિસની દીવાલ થઈ ધરાશાયી થઈ. આ દીવાલનો એક ભાગ ધરાશાયી થતાંઆ ચાર શ્રમિકો અંદર દટાઈ ગયા હતા. 

ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી. જ્યાં પહોંચીને શ્રમિકોને બહાર કાઢી SVP હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ચારેય શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી. હાલ ગાયકવાડ હવેલી પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી.

આ સમાચાર શેર કરો