મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલના ગુમ યુવકની રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી મળી લાશ, UPSCની કરતો હતો તૈયારી

UPSCની તૈયારી કરતા ગોંડલના ગુમ યુવકની રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી લાશ મળી આવ

ગોંડલના ગુમ યુવકની રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી મળી લાશ, UPSCની કરતો હતો તૈયારી

UPSCની તૈયારી કરતા ગોંડલના ગુમ યુવકની રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી લાશ મળી આવી છે. પરિવારજનોએ ગુમ યુવક રાજકુમાર જાટને ગણેશ ગોંડલે માર મારી ગુમ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અત્રે જણાવીએ કે, યુવાન માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસે જણાવ્યું છે.

જો કે, UPSCની તૈયારી કરતો રાજકુમાર જાટ ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. દીકરાને પરત લાવવામાં આવે તેવી પરિવારજનોની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગણેશ ગોંડલ વિવાદોમાં આવી ચૂક્યો છે.

જાણો સમગ્ર કેસ

પરિવારજનોએ ગુમ યુવક રાજકુમાર જાટને ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો છે અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો છે. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે.

આ સમાચાર શેર કરો