મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં યુવકની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું આવ્યું સામે

ગુજરાતભરમાં જાણે હત્યા કરવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ભરુચમાં આર્થિક સંકડામણમ

અમદાવાદમાં યુવકની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું આવ્યું સામે

ગુજરાતભરમાં જાણે હત્યા કરવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ભરુચમાં આર્થિક સંકડામણમાં ફસાયેલા જમાઈએ સાસુ સસરાની હત્યા કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ડબલ મર્ડર કેસમાં હત્યાનો ભેદ ઉકેલી પોલીસે રા જમાઈની ધરપકડ કરી હતી. એવામાં અમદાવાદમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં મિત્રએ જ તેના મિત્રને બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 6 માર્ચનાં રોજ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાં પોસ્ટમોટર્મ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતા. સુનિલ પિલ્લાઈ નામનાં યુવકની હત્યા થઈ હતી જેમાં ફ્લેટમાં સાથે રહેતા સંજય ઉર્ફે કૈલાશે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફ્લેટનાં સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હત્યારા સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો