મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીના વાવેરામાં માનવભક્ષી દીપડાએ 8 વર્ષના બાળક પર કર્યો હુમલો, ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ

ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોના રહેણાંક વિસ્તારમાં આવી માનવભક્ષી હુમલા દિવસેને

અમરેલીના વાવેરામાં માનવભક્ષી દીપડાએ 8 વર્ષના બાળક પર કર્યો હુમલો, ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ

ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોના રહેણાંક વિસ્તારમાં આવી માનવભક્ષી હુમલા દિવસેને દિવસે વધતા જાય છે. અવારનવાર જંગલી જાનવરો શિકારની શોધમાં ગામની અંદર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે, એવામાં ફરીથી અમરેલીમાં દીપડાએ બાળકને નિશાન બનાવ્યો છે.

 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી

રાજ્યના અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં વહેલી સવારે 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. બાળકની ઓળખ વૈભવ સૌલંકી તરીકે થઈ છે. બાળકને મોઢા, હાથ અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી છે.

બાળકને તાત્કાલિક રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો 

બાળકને તાત્કાલિક રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, ત્યાંથી રીફર કરીને બાળકને મહુવાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉના

ગત રોજ ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના જસાધાર ગામે પાંચ વર્ષની બાળા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પાંચ વર્ષની બાળા પોતાના મામાના ઘરે જશાધાર રોકાવા આવી હતી. બાળા પોતાના નાના તેમજ માસી સાથે ખેતરમાં હતી, જ્યાં તેઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઓચિંતાનો દીપડો આવીને બાળકી ઉપર હુમલો કરી દીધો હતો.

આ સમાચાર શેર કરો