મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉનામાં માનવભક્ષી દીપડાએ શિકારની શોધમાં પાંચ વર્ષની બાળાને રહેંસી નાખી

ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોના રહેણાંક વિસ્તારમાં આવી માનવભક્ષી હુમલા દિવસેને

ઉનામાં માનવભક્ષી દીપડાએ શિકારની શોધમાં પાંચ વર્ષની બાળાને રહેંસી નાખી

ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોના રહેણાંક વિસ્તારમાં આવી માનવભક્ષી હુમલા દિવસેને દિવસે વધતા જાય છે. અવારનવાર જંગલી જાનવરો શિકારની શોધમાં ગામની અંદર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે, એવામાં ફરીથી ગીર સોમનાથમાં દીપડાએ એક નાનકડી બાળા પર જીવલેણ હુમલો કર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના જસાધાર ગામે પાંચ વર્ષની બાળા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પાંચ વર્ષની બાળા પોતાના મામાના ઘરે જશાધાર રોકાવા આવી હતી. બાળા પોતાના નાના તેમજ માસી સાથે ખેતરમાં હતી, જ્યાં તેઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઓચિંતાનો દીપડો આવીને બાળકી ઉપર હુમલો કરી દીધો હતો. આખરે બાળકીને ગંભીર હાલતમાં ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સરકારને વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

આ સમાચાર શેર કરો