અમરેલીના ખાંભામાં દીપડાનો આતંક, વાડીમાં સૂતા વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો
અમરેલી જિલ્લામાં અવાર નવાર જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલા

અમરેલી જિલ્લામાં અવાર નવાર જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વખતે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં દીપડા દ્વારા હુમલો કારવાની ઘટના સામે આવી છે. વાડીમાં સૂતા વ્યક્તિ પર દીપડ દ્વારા હુમલો કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં રામભા ખાસિયા નામના વ્યક્તિ રાત્રે પોતાની વાડીની દેખરેખ માટે સૂતા હતા તે દરમિયાન દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલઈ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
વનવિભાગને ગ્રામજનોએ આ ઘટનાનીની જાણ કરતાં વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવી હાલ દિપાડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.






